20 ઑગસ્ટ, 2021
વિશ્વ મચ્છર દિવસ
એક સામાન્ય જીવ એ પણ ખૂબજ નાનો જેને આપણે મચ્છર કહીએ છીએ જે રોગ ફેલાવે છે અને તેનાથી બચવા માટે આપણે જાત જાતના નુખસા કરીએ છીએ. આવા મચ્છર રોગો અંગે જાગૃતિ લાવવા અને ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ આરોગ્ય મચ્છર દિવસ ' મનાવવામાં આવે છે.
બ્રિટનના રોનાલ્ડ રોસ નામના એક ડોક્ટર ભારતમાં કોલકાતાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં કામ કરતી વખતે 20 ઓગસ્ટ 1897ના રોજ મેલેરિયાનું કારણ એનાફિલીસ મચ્છર હોવાનું શોધી કાઢ્યું હતું. આથી આ દિવસની યાદમાં સમગ્ર વિશ્વમાં 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ મચ્છર દિવસ ' તરીકે ઉજવાય છે.
ભારત સરકારે વર્ષ 2030 સુધી ભારતને ' મલેરિયા મુક્ત ' બનાવવાની યોજના હાથ ધરી છે.
- મચ્છરોથી થતી બીમારી :
1. મેલેરિયાની બીમારી માદા અને એનાફિલીસ મચ્છર કરડવાથી થાય છે.
2. ઇન્સેકેલાઈટ્સની બીમારી ક્યુલેક્સ નામના મચ્છર કરડવાથી થાય છે.
3. ડેન્ગ્યુની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
4. ચિકનગુનિયાની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
5. યલો ફીવરની બીમારી એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
6. ફાઇલેરિયાની બીમારી એડીસ અને ક્યુલેક્સ નામના મચ્છર કરડવાથી થાય છે.
19 ઑગસ્ટ, 2021
18 ઑગસ્ટ, 2021
આજનો દિવસ
- 1868 - ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયરે જુલ્સ સીઝર જાનસેને હિલિયમ વાયુની શોધ કરી.
- 1877 - અસફ હોલે મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો હતો.
- 1903 - જર્મન ઈજનેર કાર્લ જેથોએ રાઈટ બંધુઓની પ્રથમ ઉડાનના ચાર માસ પહેલા પોતાનું સ્વચરિત યંત્રચાલિત ગ્લાઈડર વિમાન ઉડાડ્યું.
- 2008 - વિરોધપક્ષના દબાણને કારણે પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામુ આપ્યું.
દિવસ મહિમા - ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ.
ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1887ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. તેમનો જન્મદિવસ ભારતના ' પરાક્રમ દિવસ ' તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 1939માં શ્રી પટ્ટાભી સીતારામૈયાને હરાવીને કોંગ્રેસના ત્રિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. જો કે પાછળથી તેમણે રાજીનામુ આપ્યું હતું. અંગ્રેજો વિરુદ્ધની લડાઈ માટે શ્રી રાસબિહારી બોઝે જાપાનની સહાયથી જાપાનના ટોક્યોમાં જૂન 1942માં ' આઝાદ હિંદ ફોજ ' ની રચના કરી હતી.7 જુલાઈ 1943ના રોજ શ્રી સુભાષચંદ્ર બોઝે તેની કમાન સંભાળી હતી અને આઝાદ હિંદ ફોજનું નવનિર્માણ કરીને નહેરુ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ અને મહિલાઓ માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડની રચના કરી હતી.
શ્રી સુભાષચંદ્ર બોઝે 5 જુલાઈ 1943ના રોજ સિંગાપોરથી આઝાદ હિંદ ફોજને ' ચલો દિલ્હી ' નો નારો આપ્યો હતો.' જય હિંદ ', તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા ' જેવા નારા પણ સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા. તેઓ 18 ઓગસ્ટ 1945ના રોજ ટોક્યો જવા નીકળ્યા હતા પરંતુ તાઈવાન પાસેના ફોર્મસા ટાપુ ઉપર તેમના વિમાનને આગ લાગતા રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આવા મહાન ક્રાંતિકારી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે તેમને શત શત નમન.
17 ઑગસ્ટ, 2021
આજનો દિવસ
- 1700 : બીજા પેશ્વા બનેલા બાજીરાવ પ્રથમનો જન્મ થયો.
- 1800 : ફોર્ટ વિલિયમ કોલેજની કલક્તામાં સ્થાપના થઈ.
- 1900 : સંયુક્ત રાષ્ટ્રસંઘ ( UNO )ની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ થયો.
- 1945 : નેતાજી સુભાષચંદ્ર બોઝનું પ્લેન ક્રેશ થયું અને તેમાં નેતાજીનું અવસાન થયું.
- 1951 : IIT ( INDIAN INSTITUTE OF TECHNOLOGY )ની ખડકપુર, પશ્ચિમ બંગાળમાં સ્થાપના થઈ.
દિવસ મહિમા - મદનલાલ ઢીંગરા સ્મૃતિ દિવસ
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી શ્રી મદનલાલ ઢીંગરાનો જન્મ 18 ફેબ્રુઆરી 1883ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. લંડનમાં તેઓ શ્રી વિનાયક દામોદર સાવરકર અને શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેઓ દેશભક્તિમાં રંગાઈ ગયાં. ઇસ.1909માં લંડનમાં શ્રી મદનલાલ ઢીંગરાએ કર્નલ વાયલીની હત્યા કરી હતી અને કર્નલ વાયલીની હત્યા કરવા બદલ તેમને 17 ઓગસ્ટ 1909ના રોજ લંડનની પેન્ટવિલે જેલમાં ફાંસી આપવામાં આવી. ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1992માં મદનલાલ ઢીંગરાના સન્માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આવા મહાન ક્રાંતિકારી વ્યક્તિત્વ એવા શ્રી મદનલાલ ઢીંગરાને તેમના સ્મૃતિ દિવસ નિમિતે શત શત નમન.
સ્વ. દશરથ માંઝીના પરિનિર્વાણ દિવસ નિમિતે શત શત નમન...
દશરથ માંઝી બિહારના ગહેલુર ગામના વતની હતા. તેમનો જન્મ એક શ્રમિક પરિવારમાં થયો હતો. તેમનું ગામ મોટા મોટા પહાડોથી ઘેરાયેલું હતું જેથી જરૂરી સાધન સગવડોનો અભાવ રહેતો હતો. એકવાર તેમના પત્ની ફાલ્ગુની દેવી પહાડ પરથી લપસી જતા ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થઈ જતા મૃત્યુ પામ્યા. તેમને સમયસર સારવાર ન મળી તેનું મુખ્ય કારણ રસ્તામાં આવતો એક મોટો પહાડ હતો જેના લીધે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકાયું. પોતાની પત્નીના મૃત્યુ પછી તેમને નક્કી કર્યું કે આ પહાડની છાતી ચીરીને હું અહીંયા રસ્તો બનાવીશ અને તેમને પહાડ તોડીને રસ્તો બનાવ્યો અને એક ઇતિહાસ બનાવી દીધો અને આપણને એક બોધ આપ્યો કે જીવનમાં જે નક્કી કરીએ છીએ કે સખત પરિશ્રમ અને દ્રઢ મનોબળથી કોઈપણ કાર્ય અઘરું નથી. આવા પરિશ્રમી અને દ્રઢ મનોબળ વ્યક્તિત્વ એવા દશરથ માંઝીના પરિનિર્વાણ દિવસ નિમિતે શત શત નમન.