16 ઑગસ્ટ, 2021

આજનો દિન વિશેષ.

- 1948 -  રાજકીય નેતા રમેશચંદ્ર દત્તનો જન્મ થયો.
- 1909 -  ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાને વિલિયમ વાયલીની હત્યા કરવાનાં ગુનામાં ગિરફ્તાર કરવામાં આવ્યા.
- 1947 -  ભારત આઝાદ થતાં બ્રિટિશરોની પ્રથમ ટુકડી ભારત છોડી બ્રિટન જવા રવાના થઈ.
- 1958 -  મોંહે જો દરો તથા તક્ષશિલાનું ઉત્ખનન જેના માર્ગદર્શન હેઠળ થયું તે સર જ્હોન હર્બટ માર્શલનું અવસાન થયું.

' ભારત રત્ન ' અટલ બિહારી બાજપાઈની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન.

ભારતની ઉત્કૃષ્ટ રાજનીતિના ભીષ્મ પિતામહ, પારદર્શક રાજનીતિના હિમાયતી તથા પ્રજાસત્તાક ભારતના દસમા વડાપ્રધાન તરીકે સેવા આપનાર શ્રી અટલ બિહારી વાજપાઇની આજે 16મી ઓગસ્ટના રોજ પુણ્યતિથિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. શ્રી અટલ બિહારી વાજપાઇજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયો હતો. શ્રી અટલ બિહારી વાજપાઇજીએ અલગ -અલગ કુલ ત્રણ સમયગાળા દરમ્યાન ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી છે. તેઓ લોકસભાના સભ્ય તરીકે દસ વખત ચૂંટાયા હતા તથા બે. વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. તેઓ એક કવિ હૃદયના લાગણીશીલ વ્યક્તિની સાથે સાથે ઉત્કૃષ્ટ વક્તા પણ હતા અને તેમની વાણીમાં મધુરતા છલકાઈ આવતી. તેમને વર્ષ 2015માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ' ભારત રત્ન ' એનાયત થયો હતો. તેમનો જન્મદિવસ ભારતમાં 'ગુડ ગવર્નન્સ 'તરીકે ઉજવાય છે. આવા મહાન માનવને કોટી કોટી વંદન.