18 ઑગસ્ટ, 2021

દિવસ મહિમા - ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ.

ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1887ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. તેમનો જન્મદિવસ ભારતના ' પરાક્રમ દિવસ ' તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 1939માં શ્રી પટ્ટાભી સીતારામૈયાને હરાવીને કોંગ્રેસના ત્રિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. જો કે પાછળથી તેમણે રાજીનામુ આપ્યું હતું. અંગ્રેજો વિરુદ્ધની લડાઈ માટે શ્રી રાસબિહારી બોઝે જાપાનની સહાયથી જાપાનના ટોક્યોમાં જૂન 1942માં ' આઝાદ હિંદ ફોજ ' ની રચના કરી હતી.7 જુલાઈ 1943ના રોજ શ્રી સુભાષચંદ્ર બોઝે તેની કમાન સંભાળી હતી અને આઝાદ હિંદ ફોજનું નવનિર્માણ કરીને નહેરુ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ અને મહિલાઓ માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડની રચના કરી હતી.
         શ્રી સુભાષચંદ્ર બોઝે 5 જુલાઈ 1943ના રોજ સિંગાપોરથી આઝાદ હિંદ ફોજને ' ચલો દિલ્હી ' નો નારો આપ્યો હતો.' જય હિંદ ', તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા ' જેવા નારા પણ સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા. તેઓ 18 ઓગસ્ટ 1945ના રોજ ટોક્યો જવા નીકળ્યા હતા પરંતુ તાઈવાન પાસેના ફોર્મસા ટાપુ ઉપર તેમના વિમાનને આગ લાગતા રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આવા મહાન ક્રાંતિકારી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે તેમને શત શત નમન.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો