લેબલ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

2 ઑક્ટો, 2021

*💢🔹ગાંધીજી🔹💢*💠➖પરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરના વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. 💠➖ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રડ હાઈસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો અને શામળદાસ કોલેજ, ભાવનગર ખાતે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીને અભ્યાસ દરમિયાન લંડન અને સાઉથ આફ્રિકામાં ચાલતી રંગભેદની નીતિનો સામનો કરવો પડ્યો હતો. 💠➖9 જાન્યુઆરી, 1915ના રોજ ગાંધીજી ભારત પરત ફર્યા હતા તેની યાદમાં ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 💠➖ઇ.સ.1915 માં ગાંધીજીએ અમદાવાદના કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ઇ.સ.1920 માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને પોતાની આત્મકથા સત્યના પ્રયોગો લખી. 💠➖ગાંધીજીએ ભારત દેશને સ્વતંત્ર કરાવવા માટે ચંપારણ, ખેડા, બારડોલી અને ધરાસણા જેવા સત્યાગ્રહ તથા ખિલાફત આંદોલન, અસહકાર આંદોલન, અમદાવાદ મિલ મજૂર આંદોલન, દાંડીકૂચ તથા હિન્દ છોડો આંદોલન જેવા સ્વાતંત્ર્ય ચળવળના કાર્ય કર્યા હતા.💠➖30 જાન્યુઆરી, 1948 રોજનથુરામ ગોડસે દ્વારા બિરલા હાઉસ માં ગોળી મારી હત્યા કરી દેવામાંઆવી હતી આ દિવસ ને શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલ છે.

ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધીજીને શત શત નમન.