- ભારતીય ક્રિકેટને વિશ્વ સ્તરે એક અલગ ઓળખ અપાવનાર અને ભારતીય ક્રિકેટનાં પૂર્વ કેપ્ટન શ્રી સૌરવ ગાંગુલીનો જન્મ 8 મી જુલાઈ 1972ના રોજ ભારતના પશ્ચિમ બંગાળના કોલકાતાના બેહાલા ખાતે થયો હતો.
- શ્રી સૌરવ ગાંગુલીનું પુરું નામ શ્રી સૌરવ ચંડીદાસ ગાંગુલી છે.
- તેમને ' દાદા ' ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. બંગાળી ભાષામાં દાદાનો અર્થ ' મોટાભાઈ ' થાય છે.
- તેમણે 311 મેચમાં 11363 રન નોંધાવ્યા હતા. તથા ટેસ્ટ ક્રિકેટમાં 113 મેચમાં 7212 રન નોંધાવ્યા હતા.
- શ્રી સૌરવ ગાંગુલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત 11 જાન્યુઆરી 1992ના રોજ વેસ્ટઈંડિઝ સામેની વન ડે મેચથી થયો હતો.
- વર્ષ 2004માં પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેઓ દાદા ઉપરાંત ' Price Of Culcutta ','મહારાજા ' અને God Of the off Side ' ના હુલામણા નામથી પ્રસિદ્ધ છે.
- વર્તમાનમાં તેઓ BCCI ના પ્રમુખ તરીકે કાર્યરત છે.