ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી શ્રી મદનલાલ ઢીંગરાનો જન્મ 18 ફેબ્રુઆરી 1883ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. લંડનમાં તેઓ શ્રી વિનાયક દામોદર સાવરકર અને શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેઓ દેશભક્તિમાં રંગાઈ ગયાં. ઇસ.1909માં લંડનમાં શ્રી મદનલાલ ઢીંગરાએ કર્નલ વાયલીની હત્યા કરી હતી અને કર્નલ વાયલીની હત્યા કરવા બદલ તેમને 17 ઓગસ્ટ 1909ના રોજ લંડનની પેન્ટવિલે જેલમાં ફાંસી આપવામાં આવી. ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1992માં મદનલાલ ઢીંગરાના સન્માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આવા મહાન ક્રાંતિકારી વ્યક્તિત્વ એવા શ્રી મદનલાલ ઢીંગરાને તેમના સ્મૃતિ દિવસ નિમિતે શત શત નમન.
લેબલ સ્વ. મદનલાલ ઢીંગરાના સ્મૃતિ દિવસ નિમિતે શત શત નમન અને શ્રદ્ધા સુમન. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સ્વ. મદનલાલ ઢીંગરાના સ્મૃતિ દિવસ નિમિતે શત શત નમન અને શ્રદ્ધા સુમન. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો