25 ઑગસ્ટ, 2021

મોબાઈલ અને ઈન્ટરનેટ

માનવીની જીંદગી અત્યારે ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે અનિચ્છિતતાથી ઘેરાયેલી છે. વિશ્વ આખું કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો ભયભીત છે. જીંદગી તણાવથી ભરેલી છે. એકપણ વ્યક્તિ એવી નથી આ વિશ્વમાં કે તેનું કોઈ સ્વજન કોરોનાના કારણે મૃત્યુ ના થયું હોય. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સમાજ સેવકો, એન.જી.ઓ વગેરેએ પોતાના જીવનની પરવા કર્યા વગર લોકોની આ કોરોનાની મહામારીમાં નિઃશ્વાર્થ ભાવે સેવા કરતાં જોવા મળ્યા છે. શિક્ષણમાં વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકો ઓનલાઇનના માધ્યમથી ભણાવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ ટેક્નોલોજીના જમાનામાં અત્યારે બાળકો મોબાઇલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખી ગયા છે તે કહેવું યોગ્ય છે.21મી સદી એ ટેકનોલોજી, કમ્પ્યુટર, માહિતી અને જ્ઞાનની સદી છે તેવામાં આ કોરોનાની મહામારીમાં ટેક્નોલોજી અને જ્ઞાનનો ભરપૂર લાભ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ લીધો છે તે સારી બાબત કહેવાય.
             વિશ્વ ફલક પર અત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટ ખૂબજ બોલબાલા છે. મોબાઈલની ખરીદી ઓનલાઇનમાં વધુ પ્રમાણમાં જોવા મળી કારણકે તેના વગર શિક્ષણકાર્ય કરવું મુશ્કેલ હતું. અને અત્યારના જમાનામાં ઈન્ટરનેટ અને મોબાઈલ સર્વવ્યાપી છે  અને મોબાઈલ તો એક ઘરનો સભ્ય બની ગયો છે.
             મોબાઈલ અને ઈન્ટરનેટને કારણે લોકો પોતાની કારકિર્દી વિશે વિચારતા થયા છે. માનવ પોતાને લગતી તમામ બાબતો youtube, Facebook, Instagram, Twitter, Google, Whatsupp વગેરેમાં શોધતો દેખાય રહ્યો છે. શાળા અને કોલેજોમાં ડિજિટલ લર્નિંગની વાતો થઈ રહી છે. વિશ્વમાં webinars યોજાઈ રહ્યા છે. અલગ અલગ ટોપિક ઉપર ઓનલાઇન ચર્ચાઓ થઈ રહી છે. સ્માર્ટ ક્લાસ બની રહ્યા છે. વિધાર્થીઓ જ્ઞાન અને માહિતી મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા લઇ રહ્યા છે. ભારત સરકાર પણ ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે. મેઇક ઈન ઇન્ડિયાની વાતો થઈ રહી છે. સ્વ નિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે. એક દેશ બીજા દેશ સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ સમય મોબાઈલ અને કમ્પ્યુટરમાં પસાર કરી રહ્યા છે. બિઝનેસ પણ હવે ઓનલાઇન થઈ ગયો છે. જેમકે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરેજેવી વેબસાઈટ દ્વારા ઓનલાઇન બિઝનેસ થઈ રહ્યો છે.
                મોબાઈલ અને ઈન્ટરનેટ એ ડિજિટલ ઇન્ડિયાનો એક ભાગ છે. અત્યારે ડિજિટલ યુગ છે અને મોબાઈલ અને ઈન્ટરનેટ એ ડિજિટલ માટેનું સૌથી પ્રબળ અને સબળ માધ્યમ છે. ઈન્ટરનેટના માધ્યમથી ગમે ત્યારે ગમે તે સ્થળે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યિલ મીડિયા તરફ ખૂબ આગળ વધી રહ્યા છીએ. પોતાની રજૂઆતો, વાતો જ્ઞાન, માહિતી આપણે સોશ્યિલ મીડિયાના માધ્યમથી ખૂબજ સારી રીતે રજૂ કરીએ છીએ. આપણી આ બધી વાતો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ માધ્યમથી કરતાં હોઈએ છીએ. ભારત સરકારની નીતિઓ પણ આ માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકાય છે.
                શાળા અને કોલેજોમાં ઈ લર્નિંગ રિસોર્સીસ અને સાધનો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. ડિજિટલ લાયબ્રેરીની વ્યવસ્થા શાળા અને કોલેજોમાં થઈ રહી છે. રચનાવાદી અભ્યાસક્રમની રચના થઈ રહી છે. પ્રવૃત્તિલક્ષી કાર્યો થઈ રહ્યા છે. એનિમેશન દ્વારા શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. આ બધું જ ઈન્ટરનેટએ આપણી કારકિર્દી માટે અગત્યના માધ્યમો છે એવું કહી શકીએ.