- સમગ્ર ભારતમાં 1 જુલાઈનાં રોજ ' રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ' ની ઉજવણી કરવામાં આવે છે.
- પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી શ્રી ડો. બિધાન ચંદ્ર રોયની યાદમાં તેમનો જન્મદિવસ 1 જુલાઈ ' રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ' ની ઉજવણી તરીકે ઉજવાય છે.
- ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1991થી આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- ડો. બિધાન ચંદ્ર રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા અને ખૂબજ જાણીતા ફિઝીશીઅન અને શિક્ષણવિદ્દ હતા.
- 1 જુલાઈ 1882નાં રોજ બિહારનાં પટના ખાતે તેમનો જન્મ થયો હતો.
- ઇન્ડિયન મેડિકલ અસોસિએશન ( IMA) અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( MCI )ની સ્થાપનામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
- તેમને વર્ષ 1961માં ' ભારત રત્ન ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.