27 માર્ચ, 2021

24 માર્ચ, 2021

સુવિચાર

 " સાચી વાત હંમેશા કહી દો. સાચી વાત કદાચ કડવી લાગશે પરંતુ ખુબ ગુણકારી હશે. સારી વાત હંમેશા બાહ્ય દેખાવ માટે જ અને સ્વાર્થ માટે હોય છે જે કદાચ તમારા જીવન ને નુકસાન પોહચાડી શકે છે. " - સત્યમેવ જયતે એ સૂત્ર સાચા અર્થમાં સાર્થક છે.


22 માર્ચ, 2021

સુવિચાર

ચિંતા આપણો સૌથી મોટો શત્રુ છે. ચિંતા કરવાથી આપણી સમસ્યાનું નિવારણ નહિ આવી જાય પરંતુ તેનાથી કદાચ આપણા મન અને શરીરને અસર જરૂર પહોંચી શકે છે. ભગવાન બુદ્ધે મૃત્યુની ચિંતા કરી હોત તો અંગુલિમાલ પાસે પોહચ્યાં નાં હોત, તેમને ખબર હોવા છતાં તે અંગુલિમાલ પાસે ગયા અને અંગુલિમાલનું જીવન બદલાઈ ગયું. દરેક કર્મને સાક્ષી ભાવથી જોઈને કોઈપણ ચિંતા કર્યા વગર તેને કરીએ તો કદાચ જીવન સારુ જીવી શકાશે. કહેવાય છે ને "ચિંતા ચિતા સમાન હોય છે."



21 માર્ચ, 2021

20 માર્ચ, 2021

19 માર્ચ, 2021

18 માર્ચ, 2021

સુવિચાર

 "સત્યને પકડવાનું ચૂકશો નહિ.પકડ્યા પછી છોડશો નહિ. સત્ય જ તમને તમારી વાસ્તવિક મંજિલ સુધી લઈ જશે અને જે તમારી છેલ્લી મંજિલ હશે અને જ્યાં તમને પરમ ચૈતન્ય સુખની અનુભૂતિ થશે."


14 માર્ચ, 2021

સુવિચાર

જીવન સંઘર્ષ થી ભરેલું છે, તડકો છે, છાંયડો છે, સુઃખ છે, દુઃખ છે, હર્ષ છે, શોક છે, આશા છે, નિરાશા છે, મિલન છે, જુદાઈ છે, પ્રેમ છે, નફરત પણ છે.છતાંય મનુષ્ય આગળ વધીને પોતાનું આગવું વ્યક્તિત્વ ઉભું કરે છે તેને જ સાચી સિદ્ધિ મેળવી કહેવાય.


13 માર્ચ, 2021

સુવિચાર

સદગુરુ આપણી અંદર રહેલી વિકૃતિઓ દૂર કરી જીવનનાં સાચા અને શુદ્ધ વિચારો આપે છે, આત્મજ્ઞાન આપે છે, જીવન જીવવાની કળા શીખવાડે છે. ગુરુ ગોવિદ દોનો ખડે કિસકો કો લાગુ પાય, બલિહારી ગુરુ આપની જીને ગોવિંદ દિયો બતાય......


12 માર્ચ, 2021

11 માર્ચ, 2021

10 માર્ચ, 2021

7 માર્ચ, 2021

સુવિચાર


  •  મનુષ્ય જો કર્મનો મર્મ સમજી જાય તો જીવનમાં તે ક્યારેય કોઈ ખોટું નહિ કરી શકે. આપણી જીંદગી તો બે દિવસ ના મેળા જેવી છે. તો શા માટે આપણે કોઈ સારુ ના કરીયે. આવો સૌ હળી મળી ને રહીએ. અને જીવનને સાચા રસ્તે લઇ જઈએ અને જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવીએ.

5 માર્ચ, 2021

સુવિચાર

 આપણો ઈશ્વર આપણી ખુબજ નજીક છે. ક્યાંય દૂર જવાની જરૂર નથી. જે આપણી અંદર જ બિરાજમાન છે. ક્યાં સુધી આપણે ભટકીશું. જરાં થોડુંક તો વિચારો. એકાંતથી વિચારજો અને સમજજો. નક્કી તમને ખબર પડી જશે. તેનો એહસાસ પણ આવી જશે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા.......