9 સપ્ટે, 2021
3 સપ્ટે, 2021
એકાત્મ માનવવાદના પૂજારી પંડિત દીનદયાળ ઉપાધ્યાય
" સાદું જીવન અને શ્રેષ્ઠ ચિંતન " ભારતીય સંસ્કૃતિનાં આદર્શ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાક્ષાત પ્રતિક હતાં. જીવનમાં ન્યુનતમ આવશ્યક્તાઓનો સ્વીકાર કરીને જીવનને સરળ અને સાદગી ભર્યું બનાવીને તેમને પોતાનું જીવન ભારત માતાના ચરણોમાં ધરી દીધું હતું. તેઓ જન્મથી નહિ પરંતુ કર્મથી પણ મહાન હતાં. મૃત્યુ પછી પણ લોકો યાદ કરે તે કોટિના મહાન પુરુષ હતાં. શુક્ર, બ્રહસ્પતિ અને ચાણક્યની જેમ વર્તમાન રાજનીતિને સૂચિતા અને મૂલ્યનિષ્ટ ભૂમિકા પર સ્થાપિત કરવાની પ્રેરણા આપનાર મહાપુરુષોની પરંપરાના તેઓ અનમોલ રત્ન હતાં. આવા મહાપુરુષની જનદાત્રી હોવાનું ગૌરવ ભારતને મળ્યું છે.
આ શતાબ્દીમાં ગાંધીજી પછી એવો યુગપુરુષ પેદા થયો જેને કારણે બીજાને માન સન્માન મળ્યા. તેઓ પોતે માન સન્માન માટે પેદા ન હતાં થયા. આ યુગપુરુષ માનવતાના પુજારીને પણ દયાનંદ, શ્રદ્ધાનંદ અને ગાંધીજીના માર્ગે વિચરવું પડ્યું. દેશને જેની ખૂબજ આવશ્યકતા હતી તે મહાન પુરુષ અલ્પ આયુમાં છીનવાઈ ગયા.
અટલજીના શબ્દોમાં "રાજનીતિ તેમના માટે સાધન હતી, સાધ્ય નહિ, એ માર્ગ હતો મંજિલ નહિ."
' એકાત્મ માનવ દર્શન ' પંડિતજીની સર્વશ્રેષ્ઠ ભેટ છે. તેઓએ કહ્યું " ભારતના સામાજિક ઇતિહાસમાં ક્રાંતિ લાવનાર બે મહાપુરુષોની યાદ આવે છે. એક તે જયારે જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મનો સંદેશ લઈને દેશમાં વ્યાપ્ત અનાચાર સમાપ્ત કરવા નીકળ્યા અને બીજા એ કે જયારે ' અર્થશાસ્ત્રની ' કલ્પનાનું ઉત્તર દાયિત્વ લઈને સંઘ રાજ્યોમાં વિખરાયેલ રાષ્ટ્ર શક્તિને સંગઠિત કરીને સામ્રાજ્યની સ્થાપના કરવા ચાણક્ય નીકળ્યા હતાં.
પંડિતજી સાવ સાદા, ખભે ધાબળો અને નાનકડો બગલ થેલોજ હતો. તેમના સાથે બગલ થેલામાં એક ટુવાલ અને એક યા બે જોડી ધોતીકુર્તા આજ એમનો અસબાબ.
એકાત્મ માનવ દર્શનનો વિચાર કોઈ શાસ્ત્રીય સિદ્ધાંતો સિદ્ધાંતનું માત્ર તાત્વિક વિવેચન નથી તે પ્રત્યક્ષ જીવનનું દર્શન છે. તેનો આપણા આચાર - વિચાર સાથે પ્રત્યક્ષ સંબંધ છે. એકાત્મ માનવ દર્શનમાં પંડિતજી બાબતને અભિપ્રેરિત કરવા માંગે છે કે વ્યક્તિને સંકુચિત ન બનવું જોઈએ, અમુક વાડાઓમાં ન જકડાઈ રહીને પોતાના સ્વને ભૂલે પરંતુ આખા વિશ્વને પોતાનું અંગ બનાવીને વિશ્વની પ્રગતિ માટે અધ્યયન કરવું જોઈએ આપણે આપણું યોગદાન આપીને વિશ્વની પ્રગતિ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.
પંડિતજી માને છે કે વ્યક્તિ પાસે ક્ષમતા, શક્તિ, બુદ્ધિ, કૌશલ્ય, જ્ઞાન અને નૈતિકતા જેવા ગુણો હોવા જોઈએ જેથી કરીને તે દુનિયાની પ્રગતિ માટે હંમેશા સહભાગી તેમજ તત્પરતા બનાવી શકે.
પંડિતજીના વિચારો એકાંગી અને સત્યાગ્રહી છે. તેઓ પોતે સ્વયં ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે. પરંતુ સામાજિક સંરચનામાં ઈશ્વરીય સત્તાનો બહુ આગ્રહ રાખતા નથી. તેઓ ' થીઓકેસી ' ના વિરોધી છે. તેઓના અનુસાર શરીર, મન, બુદ્ધિ તથા આત્માને ' વ્યષ્ટિ ' માને છે. આધિભૌતિક શરીર તથા આધ્યાત્મિક ચેતના મળીને મન તથા બુદ્ધિને પ્રકાશિત કરે છે. તે પોતાના એકાત્મ માનવ દર્શનમાં ચાર પુરૂષાર્થોને પોતાનું એકાત્મ માનવ દર્શનમાં મહત્વ આપ્યું છે. અર્થ, કામ, મોક્ષ અને ધર્મને જયારે સંતુલનમાં રાખો ત્યારે ' માનવ 'નું વ્યક્તિકરણ થાય છે.
પંડિતજી માને છે કે વ્યક્તિ નાતો પૃથક રૂપમાં 'પૂર્ણસત્તા 'છે તથા નાતો ' સંપૂર્ણ '. પરંતુ સમષ્ટિની સાથે
' એકાત્મ ' સત્તા છે. સૃષ્ટિ, સમષ્ટિ અને વ્યષ્ટિ એક અભિક્ત ઈકાઈ છે. ઉપરથી જોઈએ તો આ ત્રણેય ઈકાઈઓ તત્ત્વતઃ એકજ છે.
પંડિતજી પોતાના એકાત્મ માનવ દર્શનમાં એવું વિચારે છે કે સુખની કામના એકાંગી નથી તે વ્યક્તિનો વિચાર સમગ્ર દ્રષ્ટિથી કરી તેની અંદરની સદ્પ્રવૃત્તિઓનું ઉન્નત કરવું, વિકાસ કરવો.
પંડિતજી વધુમાં એકાત્મ માનવ દર્શન અંગે એવું પ્રતિપાદિત કરે છે કે તે સંપૂર્ણ દ્રષ્ટિકોણથી વિચાર કરીને વ્યક્તિના સુષુપ્ત ગુણોને ઉત્ત્પન કરે છે. એકાત્મતાની ભાવના વ્યક્તિના સુષુપ્ત ગુણોના પ્રગટીકરણ માટે જવાબદાર છે.
પંડિતજીના અનુસાર એકાત્મ માનવ દર્શનમાં માનવતા ચરાચર સૃષ્ટિ અને અનંત કોટી બ્રહ્માંડની સાથે એકરૂપ થવાની પ્રેરણા આપવી જોઈએ. વધુમાં તેઓના અનુસાર એકાત્મ માનવનો વિચાર એક એવા માર્ગ સાથે દેખાય છે જે માનવને તેના ચિંતન અનુભવ અને સિદ્ધિમાં આગળ જાય.
પંડિતજી અનુસાર અધ્યાત્મ કેવળ ભારત તેમજ હિન્દુ સમાજની પાસે છે. માનવ એકતાના નિર્માણ માટે આ સિદ્ધાંતની રક્ષા કરવી આવશ્યક છે. માનવ એકતાના આધારની રક્ષા માટે હિન્દુ સમાજનું સંગઠન કરવાનું કાર્ય આપણે કરવું પડશે.
પંડિતજી અનુસાર ' એકાત્મ માનવવાદ ' ની પૃષ્ઠભૂમિના બે આયામ છે. પ્રથમ પશ્ચિમનું જીવન દર્શન અને બીજી ભારતીય સંસ્કૃતિ. માનવવાદ મુખ્યત્વે પાશ્ચાત્ય અવધારણા છે તથા એકાત્મતાના ભારતીય પાશ્ચાત્ય પ્રયોગોમાં લૌકિક જીવનનું વૈશિષ્ટય છે. આથી કહી શકાય કે માનવવાદનું ભારતીયકરણની પ્રક્રિયાની ફલશ્રુતિ એકાત્મ માનવવાદ છે.
પંડિતજી વધુમાં જણાવે છે કે આધુનિક વિજ્ઞાન પણ એકાત્મતાના પક્ષમાં છે. હું આ પણ સ્વીકાર કરું છું કે જીવનમાં અનેક્તા તથા વિવિધતા છે. પરંતુ તેના મૂળમાં એકતા છે. તેને બહાર લાવવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન પૂર્ણતા વૈજ્ઞાનિક છે.
એકાત્મ માનવવાદનો વિચાર પ્રચલિત વાદોમાં ખોટી નરસી વાતોને દૂર કરી પરિપૂર્ણ બનાવવા માટે થયો છે. આપણે માનવને સમગ્ર અને સંકલિત સ્વરૂપની સાથે થોડો વિચાર કર્યો છે અને આ આધાર પર સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોની સાથે રાષ્ટ્રીયતા, પ્રજાતંત્ર અને વિશ્વ એકતાના આદર્શોનો સમન્વય સ્વરૂપમાં કરી શકીએ આના વચ્ચેના વિરોધ નષ્ટ કરીને તે પરસ્પર પૂરક બનશે. માનવ તેમની ખોવાયેલી પ્રતિષ્ઠા અને જીવન ઉદ્દેશને પ્રાપ્ત કરશે.
મારા પીએચ.ડીના સંશોધનનો વિષય " પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું શિક્ષણ ચિંતન " હોવાથી અને હું પણ તેમના વિચારોથી પ્રભાવિત થઈને આ આર્ટિકલ લખવા પ્રેરાયો છું.
31 ઑગસ્ટ, 2021
28 ઑગસ્ટ, 2021
27 ઑગસ્ટ, 2021
ENGLISH ALPHABET વિશે જાણવા જેવી માહિતી.
1. આલ્ફાબેટમાં કુલ અક્ષર 26 છે.
2. આલ્ફાબેટમાં કુલ સ્વર 5 છે.
3. આલ્ફાબેટમાં કુલ ધ્વનિની સંખ્યા 44 છે.
4. સ્વરને અંગ્રેજીમાં vowel કહે છે.
5. વ્યંજનને અંગ્રેજીમાં Consonant કહે છે.
6. આલ્ફાબેટમાં કુલ 8 અક્ષર પાણીમાં પાણી સ્વરૂપે દેખાય છે.
7. આલ્ફાબેટમાં વ્યંજનની સંખ્યા 21 છે.
8. આલ્ફાબેટમાં 11 અક્ષર અરીસામાં મૂળ સ્વરૂપે દેખાય છે.
9. આલ્ફાબેટમાં 18 અક્ષર પાણીમાં મૂળ સ્વરૂપે દેખાતા નથી.
10. આલ્ફાબેટમાં 15 અક્ષર અરીસામાં મૂળ સ્વરૂપે દેખાતા નથી.
11. અંગ્રેજી ભાષાનો સૌથી નાનો શબ્દ I છે.
12. અંગ્રેજી ભાષાનો પ્રથમ અક્ષર A છે.
13. સ્વરનો ઉપયોગ શબ્દ બનાવવા થાય છે.
14. વપરાશની દ્રષ્ટિએ સૌથી વધુ E alphabet છે.
15. વપરાશની દ્રષ્ટિએ સૌથી ઓછો alphabet Z છે.
16. સૌથી જૂનો અલ્ફાબેટ O છે.
17. ચીની ભાષામાં આલ્ફાબેટનો એકપણ અક્ષર નથી.
18. આલ્ફા + બીટા ના સમન્વયથી આલ્ફાબેટ શબ્દ બન્યો છે.
26 ઑગસ્ટ, 2021
25 ઑગસ્ટ, 2021
મોબાઈલ અને ઈન્ટરનેટ
માનવીની જીંદગી અત્યારે ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે અનિચ્છિતતાથી ઘેરાયેલી છે. વિશ્વ આખું કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો ભયભીત છે. જીંદગી તણાવથી ભરેલી છે. એકપણ વ્યક્તિ એવી નથી આ વિશ્વમાં કે તેનું કોઈ સ્વજન કોરોનાના કારણે મૃત્યુ ના થયું હોય. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સમાજ સેવકો, એન.જી.ઓ વગેરેએ પોતાના જીવનની પરવા કર્યા વગર લોકોની આ કોરોનાની મહામારીમાં નિઃશ્વાર્થ ભાવે સેવા કરતાં જોવા મળ્યા છે. શિક્ષણમાં વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકો ઓનલાઇનના માધ્યમથી ભણાવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ ટેક્નોલોજીના જમાનામાં અત્યારે બાળકો મોબાઇલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખી ગયા છે તે કહેવું યોગ્ય છે.21મી સદી એ ટેકનોલોજી, કમ્પ્યુટર, માહિતી અને જ્ઞાનની સદી છે તેવામાં આ કોરોનાની મહામારીમાં ટેક્નોલોજી અને જ્ઞાનનો ભરપૂર લાભ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ લીધો છે તે સારી બાબત કહેવાય.
વિશ્વ ફલક પર અત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટ ખૂબજ બોલબાલા છે. મોબાઈલની ખરીદી ઓનલાઇનમાં વધુ પ્રમાણમાં જોવા મળી કારણકે તેના વગર શિક્ષણકાર્ય કરવું મુશ્કેલ હતું. અને અત્યારના જમાનામાં ઈન્ટરનેટ અને મોબાઈલ સર્વવ્યાપી છે અને મોબાઈલ તો એક ઘરનો સભ્ય બની ગયો છે.
મોબાઈલ અને ઈન્ટરનેટને કારણે લોકો પોતાની કારકિર્દી વિશે વિચારતા થયા છે. માનવ પોતાને લગતી તમામ બાબતો youtube, Facebook, Instagram, Twitter, Google, Whatsupp વગેરેમાં શોધતો દેખાય રહ્યો છે. શાળા અને કોલેજોમાં ડિજિટલ લર્નિંગની વાતો થઈ રહી છે. વિશ્વમાં webinars યોજાઈ રહ્યા છે. અલગ અલગ ટોપિક ઉપર ઓનલાઇન ચર્ચાઓ થઈ રહી છે. સ્માર્ટ ક્લાસ બની રહ્યા છે. વિધાર્થીઓ જ્ઞાન અને માહિતી મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા લઇ રહ્યા છે. ભારત સરકાર પણ ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે. મેઇક ઈન ઇન્ડિયાની વાતો થઈ રહી છે. સ્વ નિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે. એક દેશ બીજા દેશ સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ સમય મોબાઈલ અને કમ્પ્યુટરમાં પસાર કરી રહ્યા છે. બિઝનેસ પણ હવે ઓનલાઇન થઈ ગયો છે. જેમકે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરેજેવી વેબસાઈટ દ્વારા ઓનલાઇન બિઝનેસ થઈ રહ્યો છે.
મોબાઈલ અને ઈન્ટરનેટ એ ડિજિટલ ઇન્ડિયાનો એક ભાગ છે. અત્યારે ડિજિટલ યુગ છે અને મોબાઈલ અને ઈન્ટરનેટ એ ડિજિટલ માટેનું સૌથી પ્રબળ અને સબળ માધ્યમ છે. ઈન્ટરનેટના માધ્યમથી ગમે ત્યારે ગમે તે સ્થળે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યિલ મીડિયા તરફ ખૂબ આગળ વધી રહ્યા છીએ. પોતાની રજૂઆતો, વાતો જ્ઞાન, માહિતી આપણે સોશ્યિલ મીડિયાના માધ્યમથી ખૂબજ સારી રીતે રજૂ કરીએ છીએ. આપણી આ બધી વાતો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ માધ્યમથી કરતાં હોઈએ છીએ. ભારત સરકારની નીતિઓ પણ આ માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકાય છે.
શાળા અને કોલેજોમાં ઈ લર્નિંગ રિસોર્સીસ અને સાધનો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. ડિજિટલ લાયબ્રેરીની વ્યવસ્થા શાળા અને કોલેજોમાં થઈ રહી છે. રચનાવાદી અભ્યાસક્રમની રચના થઈ રહી છે. પ્રવૃત્તિલક્ષી કાર્યો થઈ રહ્યા છે. એનિમેશન દ્વારા શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. આ બધું જ ઈન્ટરનેટએ આપણી કારકિર્દી માટે અગત્યના માધ્યમો છે એવું કહી શકીએ.
24 ઑગસ્ટ, 2021
કવિઓના ઉપનામોની યાદી :્દુલઅલી વાસી✍️ મસ્ત કવિ: ત્રિભુવન ભટ્ટ✍️ માય ડિઅર જયુ : જયંતિલાલ રતિલાલ ગોહેલ✍️ મિસ્કીન : રાજેશ વ્યાસ✍️ મીનપિયાસી : દિનકરરાય કેશવલાલ વૈદ્ય✍️ મષિકાર : રસિકલાલ પરીખ✍️ મછાળી માં,વિનોદી : ગિજુભાઈ બધેકા✍️ પજ્ય મોટા : ચુનીલાલ આશારામ ભગત✍️ મનહર દિલદાર : મનહરલાલ રાવળ✍️ મસ્ત ફકીર : હરિપ્રસાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ રતિલાલ 'અનિલ' : રતિલાલ મૂળચંદ રૂપાવાળા✍️ રગલો. : જયંતિ પટેલ✍️ રામ વૃંદાવની : રાજેન્દ્ર શાહ✍️ રસમંજન : રમેશ ચાંપાનેરી✍️ રાજહંસ : પ્રહલાદસિંહ ગોહિલ✍️ રાવણદેવ : મેઘનાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ લલિત : જન્મશંકર મહાશંકર બૂચ✍️ લોકાયતસૂરિ : રઘુવીર ચૌધરી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ વનમાળી : કેશવ હર્ષદ ધ્રુવ✍️ વનમાળી વાંકો : દેવેન્દ્ર ઓઝા✍️ વસંત વિનોદી : ચંદુલાલ દેસાઈ✍️ વિનોદકાન્ત : વિજયરાય વૈદ્ય✍️ વનેચર : હરિનારાયણ આચાર્ય✍️ વાસુકિ,શ્રવણ : ઉમાશંકર જેઠાલાલ જોશી✍️ વિશ્ર્વબંધુ : દિનકર છોટાલાલ દેસાઈ✍️ વિશ્ર્વરથ : જયંતિલાલ દવે✍️ વિશ્ર્વવંદ્ય : છોટાલાલ માસ્તર✍️ વશંપાયન : કરસનદાસ માણેક✍️ વરજમાતરી : વજીરૂદ્દીન સઆઉદ્દીન💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ શયદા : હરજી લવજી દામાણી✍️ 'શૂન્ય' પાલનપુરી : અલીખાન બલોચ✍️ શન્યમ્ : હસમુખભાઈ પટેલ✍️ શિવમ્ સુંદરમ્ : હિંમતલાલ પટેલ✍️ શશિ શિવમ્ : ચંદ્રશંકર ભટ્ટ✍️ શયામસુંદર યાદવ : બચુભાઈ રાવત✍️ શૌનક : અનંતરાય રાવળ✍️ શનિ : કેશવલાલ ત્રિવેદી✍️ શખાદમ : શેખ આદમ આબુવાલા✍️ શાહબાઝ : અનંતરાય ઠક્કર💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ સત્યમ્ : શાંતિલાલ શાહ✍️ સવ્યસાચી : ધિરુભાઈ ઠાકર✍️ સાક્ષર,જયવિજય : યશવંત પંડ્યા✍️ સનેહધન : કુંદનિકા કાપડિયા✍️ સરોદ, ગાફિલ : મનુભાઈ ત્રિવેદી✍️ સારંગ બારોટ : ડાહ્યાલાલ બારોટ✍️ સાગર : જગન્નાથ ત્રિપાઠી✍️ સાહિત્યપ્રિય : ચુનીલાલ શાહ✍️ સાહિત્યયાત્રી : ઝવેરચંદ મેઘાણી✍️ સક્રિત : રામચંદ્ર પટેલ✍️ સકાની : ચંદ્રવદન બૂચ✍️ સહાસી : ચંપકલાલ ગાંધી✍️ સહેની : બળવંતરાય ઠાકોર✍️ સનેહી : અંબુભાઈ પટેલ✍️ સોપાન : મોહનલાલ મહેતા✍️ સકેતુ : રવીન્દ્ર ઠાકોર✍️ સધાંશુ : દામોદર ભટ્ટ✍️ સદરી : જયશંકર ભોજક✍️ સદરમ્ ,કોયા ભગત,ત્રિશૂલ,મરીચિ : ત્રિભુવનદાસ લુહાર✍️ સનેહરશ્મિ : ઝીણાભાઈ દેસાઈ✍️ સવપ્નસ્થ : લક્ષ્મીનારાયણ વ્યાસ✍️ સૌજન્ય : પિતાંબર પટેલ✍️ સવયંભૂ : બટુકભાઈ દલીચા✍️ સવામી આનંદ : હિંમતલાલ રામચંદ્ર દવે✍️ સફ પાલનપુરી : સૈફુદ્દીન ખારાવાલા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ હિમાલય : વિજયકુમાર વાસુ✍️ હરીશ વટાવવાળા : હરિશ્ચંદ્ર બ્રહ્મભટ્ટ✍️ જઞાનબાલ (ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર) : નરસિંહરાવ દિવેટિયા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ અજ્ઞેય : સચ્ચિદાનંદ વાત્સ્યાયન✍️ અકિંચન : ધનવંત ઓઝા✍️ અઝીઝ : ધનશંકર ત્રિપાઠી✍️ અદલ,મોટાલાલ : અરદેશર ખબરદાર✍️ અનામી : રણજિત પટેલ✍️ અવળવણિયા,યયાતિ :જ્યોતિન્દ્ર દવે✍️ અશક્ય,નામુમકીન : પ્રીતિ સેનગુપ્તા✍️ આખા ભગત : વેણીભાઈ પુરોહિત✍️ આદિલ 'મન્સૂરી' : ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી✍️ આરણ્યક : પ્રાણજીવન પાઠક✍️ આર્યપુત્ર,દક્ષ પ્રજાપતિ : ચંદ્રકાંત શેઠ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઈન્દુ : તારક મહેતા✍️ ઈવા ડેવ : પ્રફુલ્લ દવે✍️ ઈર્શાદ : ચિનુ મોદી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઉપવાસી : ભોગીલાલ ગાંધી✍️ ઉપેન્દ્ર : ગૌરીપ્રસાદ ઝાલા✍️ ઉશનસ્ : નટવરલાલ પંડ્યા➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
21 ઑગસ્ટ, 2021
દિવસ મહિમા : યુસૈન બોલ્ટ
મહાન પ્રસિદ્ધ દોડવીર શ્રી યુસૈન બોલ્ટનો જન્મ 21ઓગષ્ટ 1986ના રોજ જમૈકાના શેરવુડ કન્ટેન્ટ ખાતે થયો હતો. યુસૈન બોલ્ટ 100 મીટર,200 મીટર અને 4 x100મીટર રિલેના વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. શ્રી યુસૈન બોલ્ટ સતત ત્રણ વખત ઓલમ્પિક 2008,2012 અને 2016માં 100 મીટર અને 200 મીટરનો ખિતાબ જીતનાર વિશ્વનો એકમાત્ર દોડવીર છે.
યુસૈન બોલ્ટે વર્ષ 2008ના બેઇજિંગ ઓલમ્પિકમાં વિશ્વ રેકોર્ડ બનાવીને તેની બેવડી સ્પ્રિન્ટ જીત માટે વિશ્વવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમણે ઓલમ્પિકમાં કુલ આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે. દોડવીર તરીકે તેમની સિદ્ધિઓને કારણે યુસૈન બોલ્ટને ' લાઈટનિંગ બોલ્ટ ' ના ઉપનામથી ઓળખવામાં આવે છે.