17 ઑગસ્ટ, 2021

આજનો દિવસ

- 1700 : બીજા પેશ્વા બનેલા બાજીરાવ પ્રથમનો જન્મ થયો.
- 1800 : ફોર્ટ વિલિયમ કોલેજની કલક્તામાં સ્થાપના થઈ.
- 1900 : સંયુક્ત રાષ્ટ્રસંઘ ( UNO )ની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ થયો.
- 1945 : નેતાજી સુભાષચંદ્ર બોઝનું પ્લેન ક્રેશ થયું અને તેમાં નેતાજીનું અવસાન થયું.
- 1951 : IIT ( INDIAN INSTITUTE OF TECHNOLOGY )ની ખડકપુર, પશ્ચિમ બંગાળમાં સ્થાપના થઈ.

દિવસ મહિમા - મદનલાલ ઢીંગરા સ્મૃતિ દિવસ

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી શ્રી મદનલાલ ઢીંગરાનો જન્મ 18 ફેબ્રુઆરી 1883ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. લંડનમાં તેઓ શ્રી વિનાયક દામોદર સાવરકર અને શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેઓ દેશભક્તિમાં રંગાઈ ગયાં. ઇસ.1909માં લંડનમાં શ્રી મદનલાલ ઢીંગરાએ કર્નલ વાયલીની હત્યા કરી હતી અને કર્નલ વાયલીની હત્યા કરવા બદલ તેમને 17 ઓગસ્ટ 1909ના રોજ લંડનની પેન્ટવિલે જેલમાં ફાંસી આપવામાં આવી. ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1992માં મદનલાલ ઢીંગરાના સન્માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આવા મહાન ક્રાંતિકારી વ્યક્તિત્વ એવા શ્રી મદનલાલ ઢીંગરાને તેમના સ્મૃતિ દિવસ નિમિતે શત શત નમન.

સ્વ. દશરથ માંઝીના પરિનિર્વાણ દિવસ નિમિતે શત શત નમન...

દશરથ માંઝી બિહારના ગહેલુર ગામના વતની હતા. તેમનો જન્મ એક શ્રમિક પરિવારમાં થયો હતો. તેમનું ગામ મોટા મોટા પહાડોથી ઘેરાયેલું હતું જેથી જરૂરી સાધન સગવડોનો અભાવ રહેતો હતો. એકવાર તેમના પત્ની ફાલ્ગુની દેવી પહાડ પરથી લપસી જતા ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થઈ જતા મૃત્યુ પામ્યા. તેમને સમયસર સારવાર ન મળી તેનું મુખ્ય કારણ રસ્તામાં આવતો એક મોટો પહાડ હતો જેના લીધે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકાયું. પોતાની પત્નીના મૃત્યુ પછી તેમને નક્કી કર્યું કે આ પહાડની છાતી ચીરીને હું અહીંયા રસ્તો બનાવીશ અને તેમને પહાડ તોડીને રસ્તો બનાવ્યો અને એક ઇતિહાસ બનાવી દીધો અને આપણને એક બોધ આપ્યો કે જીવનમાં જે નક્કી કરીએ છીએ કે સખત પરિશ્રમ અને દ્રઢ મનોબળથી કોઈપણ કાર્ય અઘરું નથી. આવા પરિશ્રમી અને દ્રઢ મનોબળ વ્યક્તિત્વ એવા દશરથ માંઝીના પરિનિર્વાણ દિવસ નિમિતે શત શત નમન.

16 ઑગસ્ટ, 2021

આજનો દિન વિશેષ.

- 1948 -  રાજકીય નેતા રમેશચંદ્ર દત્તનો જન્મ થયો.
- 1909 -  ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાને વિલિયમ વાયલીની હત્યા કરવાનાં ગુનામાં ગિરફ્તાર કરવામાં આવ્યા.
- 1947 -  ભારત આઝાદ થતાં બ્રિટિશરોની પ્રથમ ટુકડી ભારત છોડી બ્રિટન જવા રવાના થઈ.
- 1958 -  મોંહે જો દરો તથા તક્ષશિલાનું ઉત્ખનન જેના માર્ગદર્શન હેઠળ થયું તે સર જ્હોન હર્બટ માર્શલનું અવસાન થયું.

' ભારત રત્ન ' અટલ બિહારી બાજપાઈની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન.

ભારતની ઉત્કૃષ્ટ રાજનીતિના ભીષ્મ પિતામહ, પારદર્શક રાજનીતિના હિમાયતી તથા પ્રજાસત્તાક ભારતના દસમા વડાપ્રધાન તરીકે સેવા આપનાર શ્રી અટલ બિહારી વાજપાઇની આજે 16મી ઓગસ્ટના રોજ પુણ્યતિથિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. શ્રી અટલ બિહારી વાજપાઇજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયો હતો. શ્રી અટલ બિહારી વાજપાઇજીએ અલગ -અલગ કુલ ત્રણ સમયગાળા દરમ્યાન ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી છે. તેઓ લોકસભાના સભ્ય તરીકે દસ વખત ચૂંટાયા હતા તથા બે. વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. તેઓ એક કવિ હૃદયના લાગણીશીલ વ્યક્તિની સાથે સાથે ઉત્કૃષ્ટ વક્તા પણ હતા અને તેમની વાણીમાં મધુરતા છલકાઈ આવતી. તેમને વર્ષ 2015માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ' ભારત રત્ન ' એનાયત થયો હતો. તેમનો જન્મદિવસ ભારતમાં 'ગુડ ગવર્નન્સ 'તરીકે ઉજવાય છે. આવા મહાન માનવને કોટી કોટી વંદન.


12 ઑગસ્ટ, 2021

#ડૉ_વિક્રમ_સારાભાઇ આજના દિન વિશેષ.12મી ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.ભારતે અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં આજે જે ગજું કાઢ્યું છે, એનો સૌથી વધુ શ્રેય આઝાદીની લડત સાથે જોડાયેલા પરિવારના ફરજંદ વિક્રમભાઈને જાય છે.અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો ઉચ્ચઅભ્યાસ કર્યો હતો.🌼 વૈશ્વિક પ્રતિભાભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, ''વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું.”તેમણે કહ્યું, “જો હું અસફળ રહ્યો હોત તો પણ મને વિશ્વાસ હતો કે તેઓ મારી સાથે જ રહેતા.”યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' સાથે જોડાઈ ગયા.અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. પચાસના દાયકામાં વિશ્વમાં અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનોની જે શરૂઆત થઈ હતી તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બન્ને સક્ષમ લોકો હતા.🌼 ઇસરોની સ્થાપના 'ઈસરો'ની સ્થાપના1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયાં.વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો. સરકારે પ્રસ્તાવ સ્વીકારી લીધો.તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી. જેની જવાબદારી પણ નહેરુએ તેમને જ સોંપી. આ જ સંસ્થા બાદમાં 'ઇસરો'માં પરિવર્તિત થઈ.🌼 શંકાસ્પદ મૃત્યુશંકાસ્પદ મૃત્યુ?1971ની 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રૉકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંના જ એક રિસૉર્ટમાં નિંદ્રા દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણે પોતાની આત્મકથા 'ઓરમાકાલુદે બ્રહ્માનપદમ્'માં વિક્રમ સારાભાઈના મૃત્યુ અંગે શંકા સેવી હતી.તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે, ''શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હોવા છતાં સારાભાઈના મૃતદેહનું પૉસ્ટમાર્ટમ કેમ ના કરાયું?''🌼 વિક્રમ સારાભાઇનો એક પ્રસંગ ખુબ જ જાણીતો છે.ચેન્નઈમાં દરિયા કિનારે ધોતી કુર્તામાં એક સજ્જન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વાંચન કરી રહ્યા હતા. ત્યારે એક છોકરો ત્યાં આવ્યો અને કહ્યું કે આજે વિજ્ઞાનનો યુગ છે .... તો પણ તમે આવા પુસ્તકો વાંચો છો ... જુઓ, વિશ્વ ચંદ્ર પર પહોંચ્યું છે ... અને તમે લોકો આ ગીતા, રામાયણ પર અટકી ગયા છો. ..... સજ્જન વ્યક્તિએ છોકરાને પૂછ્યું "તને ગીતા વિષે શું ખબર છે"છોકરો અંદર આવ્યો અને બોલ્યો - " ઓહ છી ... હું વિક્રમ સારાભાઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું ... હું એક વૈજ્ઞાનિક છું .... આ ગીતા આપણા આગળ બકવાસ છે."સજ્જન હસવા લાગ્યા .... એટલી વારમાં ત્યાં બે મોટી કાર આવી ... કેટલાક બ્લેક કમાન્ડો એક કારમાંથી બહાર આવ્યા .... અને એક કારમાંથી સૈનિક. જ્યારે સૈનિક પાછળનો દરવાજો ખોલ્યો, ત્યારે તે સૌમ્ય વ્યક્તિ શાંતિથી કારમાં બેઠા ...આ બધું જોઈને છોકરો ચોંકી ગયો. તે એમની પાસે દોડ્યો ---- સર .... સર, તમે કોણ છો ??સજ્જન બોલ્યા --- તમે જે વિક્રમ સારાભાઇ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો તે જ વિક્રમ સારાભાઇ હું છું.છોકરાને 440 વોટનો આંચકો લાગ્યો.આ #શ્રીમદ્_ભગવદ_ગીતા વાંચ્યા પછી ડો.અબ્દુલ કલામે આજીવન માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગીતા એ એક મહાનવિજ્ઞાન છે.....… ગર્વ લો.આ પોસ્ટને ગર્વથી શેર કરો જેથી મારો સંદેશ લોકો સુધી પહોંચે અને પોસ્ટનો અર્થ સાબિત થાય.હિન્દી પોષ્ટનો ગુજરાતી અનુવાદ.અમર કથાઓ

ભારતના મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમભાઈ સારાભાઈ દિન વિશેષ.

General Questions for competitive Exam.

દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો.





સામાન્ય જ્ઞાનના પ્રશ્નો.

11 ઑગસ્ટ, 2021