*🎴♦️આજનો દિવસ મહિમા ♦️🎴**🔸🔹શરી લાલ બહાદુર શાસ્ત્રી🔹🔸*☑️➖ભારતના બીજા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો. ☑️➖શરી લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતના બીજા વડાપ્રધાન તરીકે 9 જૂન, 1964 થી 11 જાન્યુઆરી, 1966 દરમિયાન સેવા આપી હતી. ☑️➖જય જવાન, જય કિસાન'નો નારો આપનાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે ઉત્તરપ્રદેશના પરિવહન મંત્રી હતા ત્યારે તેમણે બસ કંડક્ટરના પદ પર ભારતમાં પ્રથમવાર મહિલાને નિયુક્ત કરીને નવો ચીલો ચાતર્યો હતો. . ને ત્યારબાદ ગૃહ વિભાગના મંત્રી તરીકે તેમણે લાઠીચાર્જની જગ્યાએ (ફૂલ પ્રેશરથી) પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ☑️➖વર્ષ 1965ના ભારત પાકિસ્તાન યુધ્ધની સમાપ્તિબાદ 11 જાન્યુઆરી, 1966ના રોજ ઉઝબેકિસ્તાનની રાજધાની તાન્કંદ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી આયુબખાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા.☑️➖આ કરાર તાશ્કેદ કરાર તરીકે ઓળખાય છે. જે જે દિવસે ‘તાશ્કેદ કરાર’ થયા એ જ દિવસે એટલે કે 11 જાન્યુઆરી, 1966ની રાત્રે તાન્કંદ ખાતે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું. વર્ષ 1966માં તેમને ‘ભારત રત્ન” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના જન્મજયંતિ નિમિતે શત શત નમન.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો