31 જાન્યુ, 2025

ભારત નું બંધારણ

 • Constitution લેટિન ભાષાનો શબ્દ “Constitute” પરથી બનેલો છે, જેનો અર્થ “સ્થાપવું” થાય છે.

• ભારતનું પ્રથમ લેખિત સંવિધાન એટલે 'Regulating Act-1773'. (નિયામક ધારો-1773)

• દેશની દષ્ટિએ વિશ્વનું સૌથી વિસ્તૃત લેખિત બંધારણ છે.

• ખરેખર વિશ્વનું સૌથી લાંબુ બંધારણ અમેરિકાના અલાબામા નામના રાજ્યનું છે.

• વિશ્વમાં સૌથી નાનું બંધારણ મોનાકો નામના દેશનું છે.

• બંધારણની મૂળ હસ્તપ્રત ચર્મપત્ર પર લખાઈ હતી જેની સાઇઝ 16x22 ઇંચ છે. આ હસ્તપ્રતમાં 251 પાના છે અને તેનું કુલ વજન 3.75 કિલોગ્રામ છે.

• ભારતનું બંધારણ સુપરિવર્તનશીલતા અને દુષપરિવર્તનશીલતાનું મિશ્રણ છે.

• ન્યાયતંત્રના ચુકાદાઓને આધીન કેટલેક અંશે અપરિવર્તનશીલ પણ છે.

• આમ, ભારતનું બંધારણ નમ્ય પણ છે અને કઠોર પણ છે.

• બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણનું આમુખ એક જ વાકયનું બનેલું છે.

• બંધારણની રચના કરવા માટે બંધારણસભાની રચના થઈ હતી.

• બંધારણસભા 389 સભ્યોની બનેલી હતી.

• આઝાદી બાદ બંધારણસભામાં 299 સભ્યો હતા.

• ભારતનાં બંધારણનું આમુખ (પ્રસ્તાવના) સૌથી છેલ્લે લાગુ થયું હતું.

• બંધારણ ઘડતર માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા.

• બંધારણ ઘડતર માટે 63, 96, 729 રૂપિયા = 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

• બંધારણ ઘડતર માટે કુલ 11 સત્રો, 166 બેઠકો, 114 દિવસ બંધારણની ચર્ચા થઈ હતી.

• બંધારણ ઘડતર માટે બંધારણસભાનાં સભ્યોએ લગભગ 60 દેશોનાં બંધારણનો અભ્યાસ કર્યો તેથી તેને ‘ઉધાર લીધેલ' બંધારણ પણ કહે છે.

• ભારતનાં બંધારણનાં અનેક દેશી વિદેશી સ્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ ભારત સરકાર અધિનિયમ 1935નો છે.

• બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકારેલ મૂળ બંધારણ અંગ્રેજી ભાષામાં હતું.

• 1950માં બંધારણસભાના સભ્યોની સહીવાળા બંધારણનું હિંદી ભાષાંતર પ્રકાશિત કરાયું હતું.

• આમ, ભારતનું મૂળ બંધારણ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં લખાયેલું છે. જે હસ્તલિખિત છે.

• બંધારણ લખવાનું કામ પ્રેમબિહારી નારાયણ રાયજાદા અને બેઓહર રામમનોહર સિંહા નામના વ્યકિતઓએ કરેલું. (અંગ્રેજી ભાષામાં-ઇટાલીક શૈલીમાં)

• હિન્દી ભાષામાં બંધારણ લખવાનું કામ - વસંતકૃષ્ણ વૈદ્ય કર્યુ હતું.

• બંધારણની ડિઝાઇન નંદલાલ બોઝે તૈયાર કરેલી છે.

• આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશનાં બેઓહર રામમનોહર સિન્હાએ તૈયાર કરેલી છે.

• ભારતનું મૂળ બંધારણ સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુથી સુરક્ષિત છે.

• બાબાસાહેબ આંબેડકરને 'ભારતીય બંધારણના ઘડવૈયા', 'ભારતીય બંધારણનાં પિતા' તથા ભારતમાં 'સમરસતાના મહાનાયક' તરીકે ઓળખવામાં આવે છે.

• મૂળ બંધારણમાં 22 ભાગ, 8 અનુસૂચિઓ અને 395 અનુચ્છેદ હતા.

• હાલ બંધારણમાં 25 ભાગ, 12 અનુસૂચિઓ અને 462 અનુચ્છેદ છે.

• બંધારણનાં ભાગ-9(B)ને ગુજરાત હાઇકોર્ટે ગેરબંધારણીય ઠરાવ્યો હોવાથી આ બાબત હજુ સુપ્રીમ કોર્ટમાં પડતર

• “ભારતના બંધારણમાં અમુક અધિકારો એવા હોવા જોઈએ કે જે ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાય અને અમક અધિકારો એવા હોવા જોઈએ કે જે ન્યાયાલય દ્વારા લાગુ ન કરી શકાય' :- સર બી. એન. રાવ.

• ડો. બાબાસાહેબ આંબેડકર બંધારણસભામાં બંગાળ પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ વિભાજન પછી તે ક્ષેત્ર પાકિસ્તાન અંતર્ગત જતાં તેઓ ફરીથી મુંબઈ પ્રેસિડન્સીમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

• ભારતના બંધારણના કુલ પાનાની સંખ્યા :- 251

• ભારતની ચૂંટણી વ્યવસ્થામાં 'First Pass The Post' વ્યવસ્થા બ્રિટન દેશમાંથી લેવામાં આવેલ છે.

• ભારતીય બંધારણને 'અર્ધસમવાયી' તરીકે ઓળખાવનાર : કે. સી. વ્હેર

• ભારતના બંધારણમાં કાયદાકીય ભાષાનો ઉપયોગ વધારે થયો હોવાથી તેને 'વકીલોનું સ્વર્ગ' કહેવામાં આવે છે : સર આઇવર જેનિંગ્સ

Article https://www.researchgate.net/publication/387772740_CHANGING_ROLE_OF_TEACHER_TO_PROMOTE_SKILL_BASED_LEARNING

13 ડિસે, 2022

આજનો દિન વિશેષ : હાજી અલારખિયા જન્મદિવસ : 13 ડિસેમ્બર

                       આજનો દિવસ
            હાજી અલારખિયા જન્મદિવસ 
                   

હાજી મહંમદ અલારખિયા શિવજી એ ગુજરાતી ભાષાના એક સાહિત્યકાર હતા. તેમનો જન્મ 13 ડિસેમ્બર 1879 ના રોજ બ્રિટિશ મુંબઈ થયો હતો. તેઓ પત્રકાર તેમ જ લેખક હતા. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ કોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું. ઈ.સ. 1895 થી એમણે અંગ્રેજી, હિંદી, કારસી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રસિદ્ધ વીસમી સદી ના સંસ્થાપક હતા. આ ઉપરાંત તેઓ ચિત્રકળાના પણ મર્મજ્ઞ હતા. સાહિત્યકાર કરતાં પત્રકારક્ષેત્રમાં વધુ કાર્ય કરનાર હાજી મહમ્મદે સલીમ ઉપનામથી મોગલ રંગ મહેલ, શીશ મહેલ જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત એમણે ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક મહેરુન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ તથા આત્મવિધા પર લખાયેલી નવલકથા રશીદા પણ લખ્યાં છે. ૪૦ વર્ષની યુવાન વયે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.
ડો. વિનોદ સત્યપાલ : પ્રોફેસર, અરુણ બાલચંદ વોરા એમ.એડ. કોલેજ, રાધનપુર, ' હિંમત વિદ્યાનગર ' જિ. પાટણ, ઉત્તર ગુજરાત.

12 ડિસે, 2022

આજનો દિવસ : શ્રી ગૌરીશંકર જોષી ( ધૂમકેતુ ) જન્મદિવસ : 12 DECEMBER

ગૌરીશંકર જોષી ' ધૂમકેતુ ' જન્મદિવસ : 12 ડિસેમ્બર 
                      આજનો દિન વિશેષ

ગૌરીશંકર જોષી ‘ધૂમકેતુ' જન્મજયંતિ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉપનામ- ધૂમકેતુ ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1892 ના રોજ વીરપુરમાં થયો હતો. એમણે અનેક ગધસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આધ પ્રણેતા ગણાયા. ‘તણખા′ મંડળ ૧ થી ૪, ‘અવશેષ’, પ્રદીપ’, ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’, ‘ત્રિભેટો’, ‘આકાશદીપ', પરિશેષ’, ‘અનામિકા’, ‘વનછાયા', પ્રતિબિંબ', “વનરેખા', “જલદીપ', 'વનકુંજ', 'વનરેણુ', 'મંગલદીપ', ‘ચન્દ્રરેખા, ‘નિકુંજ, ‘સાન્ધ્યરંગ”, “સાન્ધ્યતેજ”, “વસંતકુંજ (૧૯૬૪) અને “છેલ્લો ઝબકારો' એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકી વાર્તા છે. અમેરીકામાં પ્રકાશીત થતું “stories from many lands”માં તણખા મંડળ -1 માંથી “પોસ્ટ ઓફ઼ીસ” નામક વાર્તાને સ્થાન મળ્યુ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એ ‘ટેનટેલ’ નામની શ્રેષ્ઠ પસંદ કરેલી 10 વાર્તામાં પણ “પોસ્ટ ઓફીસ”નુ સ્થાન છે. “પોસ્ટ ઓફીસ” વાર્તામાં અલીડોસાના પુત્રી-પુત્ર વિરહનો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી છે. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. 11- માર્ચ 1965માં અમદાવાદ ખાતે તેમનું અવસાન થયુ હતુ.
ડો. વિનોદ સત્યપાલ : પ્રોફેસર, અરુણ બાલચંદ વોરા એમ.એડ કોલેજ, રાધનપુર, ' હિંમત વિદ્યાનગર ', જિ. પાટણ, ઉત્તર ગુજરાત.